ભુજમાં દંપતી કોરોના પોઝિટિવ તહેવારોમાં લોકો રહે સાવધાન

દિવાળીના તહેવારને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે. તેવા સમયે ફરી ભુજમાં બીમારીએ માથું ઊંચક્યું હોય તેવું જણાઈ આવે છે. કારણકે એકતરફ મેલેરિયા અને તાવના કેસો સામે આવી રહ્યા છે તે વચ્ચે જ ભુજ શહેરમાં કોરોના વાયરસના સામટા બે પોઝિટિવ કેસ આવ્યા છે જેને પગલે ભારે ચીંતા પ્રસરી જવા પામી છે. માહિતીગાર સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ભુજમાં ત્રી મંદિર પાસે આવેલા નરનારાયણ નગર-1 માં રહેતા દંપતીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. મહત્વની બાબત એ છે કે,દંપતી એવા દર્દીની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જેથી લોકલ સંક્રમણના કેસે ભારે ચિંતા જગાવી છે.હાલ દર્દી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવતા હોવાનું જાણવા મળ્યું છે.દરમ્યાન ભુજ તાલુકાના કોરોના સંક્રમિત દર્દીને રજા આપવામાં આવી હતી.જેથી એક્ટિવ કેસની સંખ્યા વધીને 4 થઈ છે.તહેવારો ટાણે કોરોના વાયરસના કેસો વધતા લોકોએ હવે સાવચેતી વધારવી પડશે.દરમ્યાન શનિવારે જિલ્લામાં 9676 લોકોને રસી આપવામાં આવી હતી.