નેર હુમલાના પીડિતો ને 21 લાખની સહાય

ભચાઉ તાલુકાના નેર ગામમાં અનુસુચીત જાતીના લોકો ઉપર 20 જેટલા લોકોના ટોળાએ કરેલા હુમલાના બનાવમાં’ રાજય સરકાર પણ એકશનમાં આવી છે અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. દરમ્યાન આ મામલે પુર્વ કચ્છ પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી કાર્યવાહીની વિગતો આપી હતી.કચ્છ સહીત રાજયભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.’ આ સંદર્ભે રાજયના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપસિંહ પરમારે જણાવ્યું હતું કે મંદિરમાં પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજયમાં સામાજિક સમરસતા જળવાય’ અને કોઈ આવા અત્યાચારનો ભોગ ન બને તે માટ પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. આ ઘટના સંદર્ભે પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીની વિગતો આપી મંત્રી પરમારે હુમલાના 6 ઈજાગ્રસ્તોને રાજય સરકાર તરફથી રૂ. 21 લાખની સહાય ચૂકવવાની કામગીરીની હાથ ધરાઈ હોવાની વિગતો આપી હતી. ઘટનાની જાણ’ થતા જ મુખ્યમંત્રીએ ઘટનામાં સંડોવાયેલા લોકો ઉપર કડક કાર્યવાહીની સુચના આપવામાં આવી હોવાનું અને રાજયમાં ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પુર્ણ તકેદારી રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.દરમ્યાન પુર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલે આજે પત્રકાર પરિષદ યોજી આ ઘટના સંદર્ભે પોલીસે કરેલી કામગીરીની’ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેતરમાં ભેંસ’ ચરાવવા મામલે પહેલી બબાલ થઈ હતી. જે ટોળાએ બે યુવાનો ઉપર હુમલો કર્યો હતો. આ જ ટોળુ દુદાભાઈના ઘરે ગયું હતુ. અને ત્યાં મારામારી થઈ. આ બન્ને ઘટના અંગે હત્યાના પ્રયાસ અને એટ્રોસીટી સહીતની કલમો તળે ફરીયાદ નોંધાવાઈ છે.’ તેમણે જણાવ્યું હતું કે’ રામ મંદિરનું નિર્માણ થયું હતું. તેમાં’ ભોગ બનનાર જગાભાઈએ તેમનો કોઈ ફાળો લેવાયો ન હોવાની વાત કહી હતી. આ મામલે પોલીસે બેઠક કરી હતી. અને ગ્રામજનોએ મંદિર માટે ફાળો એકત્ર થઈ ગયો હોઈ કોઈનો ફાળો લેતા નથી તેવું કહેતા ભોગ બનનાર સહમત થયા હતા અને દર્શન કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જગાભાઈએ દર્શન પણ કર્યા હોવાનું પોલીસ વડાએ જણાવ્યું હતું.’ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વેળાએ પણ પોલીસે ચારેક વખત બેઠક યોજી હતી. અને મહોત્સવ શાંતિપુર્ણ રીતે યોજાયો હતો. ત્રણ વર્ષ પુર્વે’ યોજાયેલી ચૂંટણીમાં જગાભાઈને 80 ટકા લોકોએ મત આપ્યા હતા. તેઓ ગામના સન્માનીત વ્યક્તિ હોવાનુ તેમણે ઉમેર્યું હતું. જગાભાઈ સામે આરોપી ભાણજી સુથાર ચૂંટણી હારી ગયો હતો. ગામમાં અંત્યજે પ્રત્યે ઓરમાયાં વર્તનની બાબતને પોલીસ વડાએ તથ્યવિહીન ગણાવી હતી. કુલ 7 આરોપીઓ ઝડપાઈ’ ગયા છે. બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે 12 ટીમો બનાવાઈ હોવાની માહિતી પોલીસ વડાએ આપી હતી. દરમ્યાન ભચાઉ’ ઝડપાયેલા પાંચ આરોપીઓ કાના રાઘુ કોલી, નારણભાઈ ઉર્ફે નાયાભાઈ વેલાભાઈ આહીર, પબા સોમા રબારી, હેમા આભા રબારી, કાના સાદુર કોલીને 10 દિવસના રીમાંડની માંગ સાથે’ કોર્ટમાં રજુ કરાયા હતા. અદાલતે ચાર દિવસના રીમાંડ મંજુર કર્યા હોવાનું ભચાઉ ડી.વાય.એસ.પી કે.જી.ઝાલાએ જણાવ્યું હતું.”