ભુજ નગરપાલિકા અને પાન ઇન્ડિયા લિગલ અવેરનેશ એન્ડ આઉટરીચ કેમ્પેઇન પ્રોગ્રામનો સયુંકત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ભુજ નગરપાલિકા અને પાન ઇન્ડિયા લિગલ અવેરનેશ એન્ડ આઉટરીચ કેમ્પેઇન પ્રોગ્રામનાસયુંકત સેવાસેતુનો કાર્યક્રમનગરપતિ ઘનસ્યામભાઇ ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની સુચના મુજબ સમાવિષ્ટ સેવાઓ જેવી કે જન્મ-મરણ વિભાગ અને લગ્ન નોંધણી, પ્રોપર્ટી વિભાગ, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ વિભાગ, આઈ.ટી.આઈ ભુજ, મામલતદાર ભુજ, એ.ટી.વી.ટી વિભાગ, પુરવઠા શાખા, મામલતદાર ભુજ રેવેન્યુ તલાટી,આવેલ અરજદારની અરજી વિભાગ, આધાર કાર્ડ વિભાગ,આર.એન.બી.(PWD ), જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ –કચ્છ, સીમ તલાટી વિભાગ ભુજ, આઈ.સી.ડી.એસ. વગેરે વિભાગની ૫૬ જેટલી સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનસ્યામભાઇ ઠક્કર,સર્વ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.,  જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા,  પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત,  નખત્રાણા પ્રાંત ડો. મેહુલ બરાસરા,ચીફ ઓફિસર મનોજ સોલંકી, જયંત લિંબાચીયા તેમજ સંબધિત ૨૨ વિભાગના અધિકારીઓ અને મેગા લિગલ સર્વિસ કેમ્પના કાયદાકીય અધિકારીઓ લાભાર્થી, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.