પોષડોડા (માદક પદાર્થ)ના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ગેર કાયદેસર નાર્કોટીક્સના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ જેથી પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા અંજાર પોલીસ નાઓ આવી પ્રવૃતિ કરતા ઇસમો પર વોચ રાખી ખાનગી રાહે બાતમી હકીકત મેળવી કે, રવીભાઈ નાથાભાઈ ચૌધરો રહે,મ,નં-રર૬, અંબાજી રેસીડન્સી, વર્ષામેડી સીમ તા.અંજાર વાળો તેના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પોષડોડા (માદકપદાર્થ) નો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે હકિકત વાળી જગ્યા એ રેઇડ કરી જે નીચે જણાવેલ મુદ્દામાલ મળી આવેલ અને મજકુર આરોપી વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
રવીભાઇ નાથાભાઇ ચૌધરી ઉ.વ.ર૪ હાલે રહે. મ.ન.રર૬, અંબાજી રેસીડન્સી વર્ષામેડી સીમ તા.અંજાર મૂળ રહે.પટેલવાસ, ભીલોટ તા.રાધનપુર જી.પાટણ
કબ્જે કરેલ મુદામાલ
(૧) માદક પદાર્થ પોષ ડોડા ૩૭.૨૧૦ કિલો કિ.રૂ.૧,૧૧,૬૩૦/-
(ર) મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-
(૩) ચુંટણી કાર્ડ નંગ-૧ કિ.રૂ.૦૦/-
* એમ કુલ્લે મુદામાલ રૂ.૧,૧૬,૬૩૦/- *
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા સાહેબ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.