મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા રૂ.૯.૪૨ કરોડ વિવિધ વિકાસ કામો ના વર્ક ઓર્ડર વિતરણ કરાયા

કાલ રોજ મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા રૂ.૯.૪૨ કરોડ વિવિધ વિકાસ કામોના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના વરદ હસ્તે વર્ક ઓર્ડર ગામના સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોને એનાયત કરવામાં આવ્યા હતા  આ તકે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મતી રાણીબેન ચેતનભાઈ ચાવડા, બારોય-મુન્દ્રા નગર પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી,  વિશ્રામભાઈ ગઢવી,  જિલ્લા પંચાયત સદસ્ય વિરામભાઈ ગઢવી, દેવશીભાઈ પતારીયા, પ્રદુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રતનભાઈ ગઢવી, કારોબારી હરેન્દ્રસિંહ જાડેજા, ન્યાય સમિતિ ચેરમેન મતી ક્રિષ્નાબેન દાફડા, એ.પી.એમ.સી. ચેરમેન મહેન્દ્રસિંહ જામ, કીર્તિભાઈ ગોર, રવાભાઈ આહિર, સરપંચ સંગઠન પ્રમુખ શક્તિસિંહ જાડેજા, નગર પાલિકા કારોબારી ચેરમેન ડાયાલાલ આહિર, પૂર્વ જિલ્લા પંચાયત ચેરનેન મતી છાયાબેન ગઢવી, ભાવેન્દ્રસિંહ જાડેજા, સહિત તાલુકા મામલતદાર કતીરા, તાલુકા વિકાસ અધિકારી માળી, તાલુકા પંચાયત સદસ્યો,સરપંચો, ઉપસરપંચો, કાર્યકર્તા પાર્ટીના હોદેદારો અને રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા