કચ્છમાં દોડતી અનેક એસટી બસોમાં નુકસાન પહોંચાડતા ખુદ પ્રવાસીઓ

સરકાર એક બાજુ એસટી તંત્રમાં નવી બસો સહિતની સુવિધામાં વધરો કરી રહી છે. પરંતુ કેટલાક કિસ્સામાં ખૂદ પ્રવાસીઓ જ આ બસોમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. અણસમજુ ઉતારું પેસેન્જર જાણે અજાણ્યે, એસ ટી. બસોની આંતરિક સુવિધાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. તાજેતરમાં લક્ષ્મીપરથી ભુજ તરફ જતી મીની બસની કુલ 33 સીટો માંથી માત્ર 12 જેટલી સીટો પર જ કેપ કવર જોવા મળ્યા હતા. મુસાફરોની સગવડ માટેના આર્મ રેસ્ટ મોટા ભાગે તૂટી ગયા જોવા મળ્યા હતા. એક કેપ કવર અને બેક સીટ જોતાં એમ જણાતું હતું કે ટાઈમ પાસના હેતુ માટે કોઈ તંત્રને નુકસાન પહોંચાડી રહ્યું છે. બસની આંતરિક સુવિધાઓ, સીટ કવર, આર્મ રેસ્ટ, બારીઓના કાચ ફીટ થઇ જવાથી ખોલ બંધ ન થવા જેવી સમસ્યાઓ પર એસ.ટી. વિભાગ તરફથી ચોક્કસ સમયે અવારનવાર મરમંત કરાય તે જરૂરી છે. તથા બસમાં નુકસાન પહોંચાડતા પ્રવાસીઓ સામે પણ પગલા ભરવા હવે જરૂરી છે. લાંબા અંતરની રાત્રિના ભાગે દોડતી સ્લીપર બસોમાં ઉપરની સ્લીપિંગ સીટોમાં ઘણી બસોમાં પડદા ન હોવાથી મહિલાઓને ક્ષોભ અનુભવતી હોય છે. બસો નવી હોય છે ત્યારે આ સુવિધાઓ હોય છે. પણ ત્યાર બાદ આ પડદા તૂટી જવાથી અથવા અન્ય કારણોસર પડદા જોવા મળતા નથી. ખાસ કરીને કચ્છની બસોમાં પ્રવાસીઓને અનેક અસુવિધા છે. તેવામાં ખાનગી બસોની હરીફમાં એસટી તંત્રને સુવિધા વધારવી જરૂરી બની છે.