ગાંધીધામ તાલુકાનાં કિડાણામાં ચપ્પલ બદલવા બાબતે વેપારી ઉપર છરી વડે હુમલો
 
                
ગાંધીધામ તાલુકાનાં કિડાણા ગામે 3મહિના પહેલા ખરીદેલી ચપ્પલ બદલી આપવાની ના કહેતા યુવાને વેપારીને છરીનો ઘા માર્યો. ગાંધીધામ આદિપુર વિસ્તાર માં સામાન્ય બાબતે નાની મોટી ઘટનાઓ બનતી હોય છે અને પોલીસ સુધી મામલો પહોચે છે. ચપ્પલ બદલવાના મુદે વેપારીએ ઇન્કાર કરતાં છરી વડે હુમલાની ઘટના કિડાણામાં નોંધાવાઈ છે. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી અંતરજાળમાં રહેતાં 36 વર્ષીય કિશન સચાનંદ લાલવાણીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી અનુસાર ફરિયાદી ચપ્પલની ફેરી કરવા કિડાણા ગયા હતા. જ્યાં લાલો નવલસિંહ ઝાલા નામના ઇસમોએ 3 મહિના પહેલા ફરિયાદી પાસેથી ચપ્પલ ખરીદેલી હોઈ અને તે તુટી ગઈ હોવાથી બદલી આપો અથવા રૂપિયા પાછા આપો તેવી માંગ કરી હતી. જેની ફરિયાદીએના પેટના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. જે પછી ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        