એલસીબીએ રાજસ્થાનથી કારના ખાનામાં સંતાડીને લઇ જવાતા વિદેશી દારૂની 69 બોટલો સાથે બે ઇસમોને પકડી પાડ્યા

થરાદમાંથી એલસીબી પોલીસે રાજસ્થાનથી કારમાં ગુપ્ત ખાનામાં સંતાડીને લઇ જવાતા વિદેશી શરાબની 69 બોટલો સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. થરાદમાં પેટ્રોલિંગમાં રહેલ જીલ્લાની એલસીબી પોલીસ ટીમને રાજસ્થાન તરફથી આવી રહેલી જીજે-01-આરજે-3004 નંબરની કાર પર શંકા જતાં તેને અટકાવીને તલાશી લીધી હતી.તેમાં બેઠેલા બે ઇસમોની પુછતાછ કરતાં તેમણે કારમાં દારૂ ભરેલ હોવાનું જણાવતાં પોલીસ તેમને સ્ટેશનમાં લઇ આવ્યા હતા. જ્યાં ઇસમોએ એક પછી એક જુદી જુદી જગ્યાઓ જેવી કે બ્રેકલાઇટ, પાછળનું બંપર, હેંડબ્રેક નીચેનું બોક્ષ અને બોનેટમાં કાગળમાં વિંટાળીને પ્લાસ્ટીકની કોથળીઓ વડે બાંધેલી વિદેશી શરાબની મોંઘી બોટલો કાઢી બતાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આ જથ્થો રાજકોટ લઇ જવાતો હોવાનું જાણવા મળ્યું હતું. થરાદ પોલીસે 67950 ના શરાબ સાથે બંન્ને ઇસમોની કાર ચાલક વિક્રમ હંસારામ મગારામ મેઘવાલ તથા હિમાંશુ અર્જુનદેવ સિતારામ પ્રજાપતિની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.