થરામાંથી બે બાઈક ચોર પકડી પાડ્યો

થરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટાઉન એ.પી.એમ.સી.નાળા નજીક વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક બાઈક ચાલક શંકાસ્પદ જણાતા તેમની પુછપરછ કરતાં તેણે બાઈક ચોર્યાની કબુલાત કરી હતી. પોલીસે સરનામુ પુછ્તા તેણે પોતાનુ નામ કનુભાઈ ઉર્ફે દિનેશભાઈ રામાભાઈ વાલ્મિકી હોવાનુ જણાવેલ પોલીસે કાગળો માગતા પોતાની પાસે ન હોવાથી તેની વધુ પુછતાછ કરતાં તેણે ભાભર મુકામેથી તસ્કરી કરીને લીધેલ છે તથા બીજા બે બાઈક પણ તસ્કરી કરેલ છે જેમાં એક બાઈક ભાભરથી તથા બીજુ બાઈક વાવથી તસ્કરી કરેલ છે અને તેમાં એક બાઈક તેણે થરામાં સુખદેવ ઉર્ફે સુખાજી લેબુંજી ઠાકોરને આપેલ છે અને બીજુ બાઈક તેણે તેના માસીના દીકરા કાનાભાઈ રામાભાઈ જાતે વાલ્મિકીને ત્યાં રાખેલ છે તેવી કબુલાત કરતા ત્રણેય બાઈક રૂ.27,000 મુદ્દામાલ જપ્ત કરેલ અને ઝડપાયેલ શખ્સ વિરૂધ્ધ આગળની તપાસ હાથ ધરી હતી.