વડાલાની સીમમાંથી દેશી બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

મુંદરા તાલુકાના વડાલાની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમ પકડાયો છે. પ. કચ્છ પોલીસની સ્થાનિક ગુના શોધનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વડાલાની ઉતરાદી સીમમાં ખડકાવાળા ખેતરપાળ દાદાના મંદિરના કાચા રસ્તા પર દેવીપૂજક વિનોદ મણિલાલ સથવારાની તપાસ કરતા તેની પાસેથી પરવાના વિનાની એક સીંગલ બેરલની દેશી બંદુક મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂ.પ00 છે. મુંદરા મરિન પોલીસ સ્ટેશને ઈસમ વિરૂધ્ધ આર્મ્સ એકટ તળે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી.