રાણવશી ગામના પાટિયા પાસે ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 3ને ઈજા

ઊના-વેરાવળ રોડ પર આવેલ રાણવશી ગામના પાટીયા નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર સવાર બે મહિલા અને ટ્રક ચાલને ઇજા થતાં સારવાર માટે કોડીનાર હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યાં છે. રાણવશી ગામના પાટીયા નજીક ટ્રેક્ટર નં.જીજે-32-કે-3099 નો ચાલક સનવાવ ગામે ખેતીના કામ કરી પરત ઘરે ફરતી વેળાએ ટ્રક નં.જીજે-14-એડબલ્યું-8627 ના ચાલકે ટ્રેક્ટરને હેડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.ઘટનાને પગલે ટ્રેક્ટરમાં બેસેલા મનિષાબેન રમેશભાઇ ભીલવાલ, અનિતાબેન બન્ને યુવતીને તેમજ ટ્રેક ચાલક દિનેશ ગુજરીયાને ઇજા થઈ હતી. આથી 108 મારફતે તાત્કાલીક કોડીનાર હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ અકસ્માતમાં ટ્રેક્ટરના કટકા થઇ જતાં વિલ નિકળી રોડ પર ફંગોળાઇ ગયું હતું. આ બાબતની ફરિયાદ ઊના પોલીસમાં સુરમેલભાઇ તોલીયાભાઇ ભીલવાલ રહે.હાલ અડવી વાળાએ ટ્રક ચાલક દિનેશ હરીભાઇ ગુજરીયા રહે.માળવાવ તા.મહુવા વિરૂદ્ઘ ફરિયાદ લખાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.