અંકલેશ્વર શહેરમાંમાં સટ્ટો રમાડતા ચાર ઈસમને LCBએ પકડી પાડ્યા

અંકલેશ્વર શહેરમાં એલસીબી પોલીસએ સટ્ટો રમાડતા 4 શખ્સને પકડી પાડ્યા હતા. નવીનગરી ખાતે વર્લી-મટકાનો સટ્ટો રમાડતા ચાર શખ્સ પાસે 7 હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી હતી. શહેર પોલીસ સ્ટેશને ગુનો લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.અંકલેશ્વર શહેરના નવી નગરી વિસ્તારમાં ચાલતા વર્લી મટકાના આંક ફરકના સત્તા બેટીંગના અડ્ડા પર ભરૂચ એલસીબી પોલીસ દરોડા પાડ્યા હતા.જ્યાં આંક ફરકનો જુગાર રમાડતા ચિરાગ વસાવા, જીતુ વસાવા, મહેશ વસાવા, અને ભારતી વસાવા ને રંગે હાથો પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 7 હજાર કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી શહેર પોલીસના હવાલે કર્યા હતા. શહેર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.