મુંદરાના અદાણી પોર્ટમાં ત્રણ કન્ટેનરનાં તાળાં તોડી 1.70 લાખની સામગ્રીની તસ્કરી

ભુજ મુંદરાના અદાણી પોર્ટના ડ્રોજિંગ સાઉથ બેસીન વિસ્તારમાંથી સવારના અરસામાં ત્રણ કન્ટેનરના તાળાં તોડી તેમાંથી ઇલેક્ટ્રીક તથા મિકેનિકલની અંદાજે રૂ.1,70,058 રૂપિયાની સામગ્રીની તસ્કરી કરી હોવાથી ફરિયાદ લખાવાઈ છે. આ બનાવ અંગે મુંદરા પોલીસ સ્ટેશનમાં અદાણી પોર્ટના એડમિન રાજકુમાર ચૌબે લખાવેલી ફરિયાદ અનુસાર આ માલ-સામાન સિલ્વર કલરની મારુતિ ઝેન કાર નં. જી.જે. 12 પી. 8445વાળીના ચાલક તથા સાથેના ઇસમો ચોરી ગયાની વિગતો નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તસ્કરીની જાણકારી મળતાં કંપનીના અધિકારીઓ તથા માણસોને જાણ કર્યા બાદ કંપનીના જુદા જુદા ગેટ પર રાખેલા સી.સી. ટી.વી. કેમેરાના ફૂટેજ જોતાં મારુતિની ઝેન કાર દરમ્યાન નીકળતી જોવા મળે છે. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.