ભુજ શહેરમાં જુગારના દરોડામાં મહિલા સહિત ચાર પકડાયા

ભુજ શહેરના ઈન્જિનિયરિંગ કોલેજ કોડના મહાદેવનગરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા છે. સ્થાનિક ગુના શોધનની ટીમે મળેલી બાતમીના આધારે દરોડા પાડતા નાનુબેન ઉર્ફે નીતાબેન ધનજીભાઈ ઉર્ફે ધીરજભાઈ લોંચા તેમજ અલ્પેશ ભરતભાઈ ચાવડા, મહેબુબશા બુગદાદીશા પીર આધમ જુસભ કુંભારને રોકડા રૂ.13,500, મોબાઈલ-4 કિંમત રૂ.20,000 તથા બે મોટર સાઈકલ કિંમત રૂ.50,000 એમ કુલ રૂ.83,500નો મુદામાલ જપ્ત કરી શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા તળે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ હતી.