વિવિધ ગુનામાં સંડોવાયેલા 3 નાસતા ફરતા શખ્સો પકડાયા

ગોધરા એલ.સી.બી પોલીસે 3 ફરાર સાગરીતોને બાતમીના આધારે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા એલ.સી.બી પોલીસને ખાનગી બાતમી દાર દ્રારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો ફરાર શખ્સ શનિયા રતના કળમી જે પરવડી ત્રણ રસ્તા પાસે ઊભો છે. જે બાતમી આધારે પોલીસે શખ્સને પરવડી ત્રણ રસ્તા નજીકથી પકડી પાડ્યો હતો. જ્યારે મોરવાહડડ્ર્ફ પોલીસ સ્ટેશન ખાતે લખાવેલા પોકસો, અપહરણના ગુનામાં નાસતો ફરતો ફરાર શખ્સ જુવાન બારિયાને ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક નજીકથી પકડી પાડ્યો હતો. જ્યારે એલ.સી.બી પોલીસ ગોધરાએ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે લખાવેલા એટ્રોસીટી એક્ટના ગુનામાં નાસતો ફરતો કૃણાલ રમેશ ભાટિયાને હાલોલ ખાતેથી પકડી પાડ્યો હતો.