ધ્રોલ તાલુકાનાં માવાપર ગામની સીમમાંથી જામનગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

ધ્રોલ તાલુકાનાં મવાપર ગામની સીમમાં એસઓજી પોલીસે એક ઇસમને જામનગરી દેશી બંદુક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 2000 ની કિંમતની બંદુક જપ્ત કરી ધ્રોલ પોલીસ દફતરમાં ફરિયાદ લખાવી ઇસમને સુપ્રત કર્યો છે. ધ્રોલ તાલુકાનાં માવાપર ગામની સીમમાં આવેલ ઘરીવાળા પીરની દરગાહની બાજુમાં બાવની નદીના પટમાં એક ઈસમ પાસપરવાના વગરનું હથિયાર લઈ આંટાફેરા કરતો હોવાની એસઓજી પોલીસના હર્ષદ ગોરીય અને સોયબ મકવા તથા અનિરૂધ્ધસિંહ ઝાલાને બાતમી મળી હતી. જેના આધારે એસઓજી પોલીસ દફતરના સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આરીફ સલીમ કેર વાળા ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આ ઇસમની સામે આમર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.