અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તસ્કરીના 4 ટુ વ્હીલર સાથે એક શખ્સની અટક કરી, અમદાવાદ-મહેમબાદ સહિતથી વાહનો ઉઠાવ્યા હતા

70165364-13

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ, નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર.મંડલિકે અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ તથા અન્ય મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના કરી છે. જે અનુંસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.બારડના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.બી.આર.ક્રિશ્ચિયન તથા અન્ય સ્ક્વોર્ડના માણસો સાથે વાહન તસ્કરી તથા અન્ય મીલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન સ્ક્વોર્ડના હે.કો.સંજય ઘાસીરામ તથા પો.કો. દિનેશ સાગરભાઇને મળેલ બાતમી હકીકત આધારે નરોડા, કૃષ્ણનગર, વિજયપાર્ક ત્રણ રસ્તા નજીક જાહેર રોડ નજીકથી શખ્સ કિરીટભાઇ ઉર્ફે કિટ્ટો નાગરદાસ પંચાલ, રહે. કૈલાશ એપાર્ટમેન્ટ, ગેલેક્ષી રોડ, નરોડા, અમદાવાદને તસ્કરીના નંબર વગરના રોયલ એનફિલ્ડ બુલેટ મળી આવતા સીઆર.પી.સી. કલમ મુજબ કાયદેસરની તપાસ કરી છે.