જૂનાગઢની નવી સિવીલ નજીકના કેબીન ધારકો વચ્ચે અથડામણ, 4 ને ઇજા થઈ

જૂનાગઢની નવી સિવીલ હોસ્પિટલ પાસે 2 કેબીન ધારકો વચ્ચે જૂના મન દુ:ખના કારણે અથડામણ થઇ હતી. આ તક્કે સોડા બોટલોના છૂટ્ટા ઘા કરાયા હતા. બાદમાં પોલીસ અને મનપાએ સંયુક્ત રીતે ડિમોલીશન હાથ ધરી 15થી વધુ લારી-કેબીન દૂર કરાવી હતી. આ અંગે એ ડિવીઝન પોલીસે જણાવ્યું કે, જૂના મનદુ:ખના કારણે નવી સિવીલ હોસ્પિટલ પાસેના 2 લારી ધારકો વચ્ચે અથડામણ થઇ હતી.આ બાબતે મકબુલભાઇ કટારીયાએ ફરિયાદ લખાવી છે. ફરિયાદમાં મકબુલ કટારીયાએ ઈસમ તરીકે જુસુબ ઉર્ફે દાઢી કુરેશી,અલ્તાફ કુરેશી, રાજા કુરેશી, ફિરોજ કુરેશી, ઇબ્રાહિમ કુરેશી,ફરદીન કુરેશી, અરબાઝ કુરેશીના નામ આપ્યા છે. ફરિયાદી અને ઇસમો વચ્ચે અગાઉ માથાકૂટ થઇ હતી જેનું મનદુ:ખ રાખી ઈસમોએ સોડાબોટલોના તેમજ પથ્થરના છૂટા ઘા મારી ઇજા કરી હતી.આ અથડામણમાં ફરિયાદી મકબુલ કટારીયા, ઇકબાલ કટારીયા, રફિકભાઇ, સમીરભાઇ વગેરેને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તો સારવાર માટે સિવીલમાં દાખલ થયા છે. દરમિયાન પોલીસે મહાનગરપાલિકાનું જેસીબી મંગાવી 15 થી વધુ લારી-કેબીનોને દૂર કરાવી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇઆર.પી. ચુડાસમાએ હાથ ધરી છે.