વાકાનેર તીથવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

વાંકાનેર ના તીથવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણોસરની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન તીથવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હસનભાઈ હનીફભાઈ કુરેશી,હિરેનભાઇ ભિખાભાઈ માણેક અને શરીફભાઈ વલીમામદભાઈ શિખાણી અને સમીરભાઈ ઇકબાલભાઈ કચ્છીને રોકડ રકમ રૂ. 12,350 સાથે પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.