ભુજમાં પ્લોટના વેચાણ દસ્તાવેજ બાબતે શખ્સોએ ભૂંડી ગાળો તથા ધમકી આપી.
તા. ૧૨/૦૬/ ૨૦૧૮ નો બનાવ.
ભુજ બેંકર્સ કોલોનીમાં ૧. નિતિનભાઈ વસંતભાઇ કેશવાણી ૨. વસંતભાઇ કેશવાણી ૩. નયનાબેન ( રહે,બેંકર્સ કોલોની ) . નિતિનભાઈ વસંતભાઇ કેશવાણી એ વચ્ચે પ્લોટના વેચાણ દસ્તાવેજ બાબતે બોલાચાલી થતાં નિતિનભાઈ વસંતભાઇ કેશવાણી એ દીપકભાઈ હસમુખભાઈ ગોર (ઉ.વ . ૪૨ રહે, પ્લોટ નં -૫૧ ઓમ રેસીડન્સી અંતરજાળ આદિપુર )ને ધક્કો મારેલ વસંતભાઇ કેશવાણી એ ભૂંડી ગાળો આપી અને નયનાબેનએ તમાચા મારી નિતિનભાઈ વસંતભાઇ કેશવાણી એ દીપકભાઈ હસમુખભાઇ ગોરને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હતો. જેની નોધ ભુજ સિટીની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.