ધોળકા તાલુકાના પુલેન સર્કલ નજીકથી કાર તસ્કર પકડાયો

પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિકારી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ધોળકા વિભાગ ધોળકા ની સૂચનાથી હાલ વધુ પ્રમાણમાં મિલકત સંબંધી ગુના થતાં અટકાવવા સૂચના કરવામાં આવી હતી જે અન્વયે એન. ડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ મથકના સ્ટાફના માણસોને સૂચના આપી હતી.જે આધારે મુકેશસિંહ દોલતસિંહ, દિગ્વિજય સિંહ બળવતસિંહ, એન.ડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર, એન.આર.ગોહિલ સબ ઇન્સ્પેક્ટર, એ.એસ.આઇ પ્રભુભાઈ દિતાજી, વિક્રમભાઈ સાગરભાઇ, પ્રદીપસિંહ અજીતસિંહને ચોક્કસ હકીકતથી બાતમી મળી હતી કે ધોળકા ટાઉન પોલીસ મથકમાં લખાવેલા કાર તસ્કરીના કેસનો ઈસમ કાર સાથે ખેડા થી ધોળકા તરફ આવે છે અને તે પુલેન સર્કલ પરથી પસાર થનાર છે. જે હકીકતનાં આધારે પોલીસ ટીમ સર્કલ પર જતાં આવતા વાહનોને ચેક કરતાં તે સમયે બાતમી હકીકત વાળી શંકાસ્પદ ગાડી આવતા તેને રોકી હતી અને પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ સિદ્દીક શાહ અહેમદ શાહ ફકીર હોવાનું જણાવેલ તેની પાસે ગાડીનાં કાગળ માંગતા તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું.તેની કડકાઈ થી પુછપરછ કરતાં તેણે કબલ્યું કે અને આ ગાડી ધોળકા ટાઉન વિસ્તારમાંથી તસ્કરી કરી છે.આમ. પોલીસે ઈસમને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.