નખત્રાણા તાલુકાનાં રતડીયા ગામે પાઇપલાઇન ખોદકામ બાબતે મારામારી

ભુજ નખત્રાણા તાલુકાનાં રતડીયા ગામે નર્મદા પાઇપલાઇનના ખોદકામ બાબતે મારામારી થઈ હતી. જે અંગે નખત્રાણા પોલીસ મથકમાં ઈસમ સામે ગુનો લખાવવામાં આવ્યો હતો. પોલીસ મથકમાં બાબુભાઇ નાથુભાઇ ચાવડા સવારના અરસામાં રતડીયાના બસસ્ટેશન નજીક હતા. આ દરમ્યાન ઈસમ સોહેબ મામદ ચાકી નર્મદા પાઇપલાઇન પાસે જેસીબીથી ખોદકામ કરતો હતો ત્યારે બાબુભાઇએ કહ્યું કે પાછળની લાઇન તૂટે નહીં તેથી ઇસમે ઉશ્કેરાઈને અપશબ્દો કહીને જાતિ અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરી હતી.