ચંદ્રાલા નજીક એસટી બસમાંથી વધુ બે મુસાફર દારૂ સાથે ઝડપાયા

ગાંધીનગર પાસે ચિત્રોડા-હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલા નજીકથી પોલીસે એસટી બસમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરતાં સાબરકાંઠાના પરોસડા ગામના બે ઇસમોને પકડી પાડી હતા અને તેમની પાસેથી વિદેશી દારૂની 24 બોટલ જપ્ત કરીને કાયદેસરની તજવીજ હાથ ધરી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાપ્તિમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાવામાં આવી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ચીલોડા –હિંમતનગર હાઇવે ઉપર લક્ઝરી કે એસટી બસમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી વધી છે. જેના પગલે પોલીસે અહીથી પસાર થતી બસોમાં અવારનવાર ચેકિંગ કરી રહી છે. ત્યારે માઉન્ટઆબુ – અમદાવાદ રૂટની એસટી બસમાં તપાસ કરતાં બે મુસાફરોના થેલામાંથી વિદેશી દારૂની 24 બોટલ મળી આવી હતી. જેના પગલે સાબરકાંઠાના પરોસડા ગામના જિતેન્દ્ર કાંતિલાલ અસોડા અને અનિલ કાંતિલાલ ગમારની પોલીસે અટક કરી લીધી હતી. બંને સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને દારૂ કોને આપવાનો હતો તે સંદર્ભે કાર્યવાહી શરૂ કરી છે.