રાપર ખાતે ડુપ્લીકેટ પાંચસોની નોટો ઉડાડવામાં આવી ?

રાપર તાલુકાની ગ્રામ પંચાયની ચૂંટણીના પરિણામ મોડર્ન સ્કૂલ ખાતે યોજાયેલ તે દરમિયાન ગત રાત્રે કોઈ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને તેમની પેનલ દ્વારા વિજય સરઘસ દરમિયાન પાંચસો પાંચસોની નોટોના ત્રણ બંડલ એટલે કે દોઢ લાખની નકલી નોટોનો વરસાદ કર્યો હતો જે લેવા માટે લોકોમાં પડાપડી થઈ હતી. તો પ્રાગપરના સરપંચની મત ગણતરી દરમિયાન શ્રી મતિ મજીબેન નામેરી પરમાર ત્રણ મતે વિજયી થયા હતા. પરંતુ સામે ના ઉમેદવાર અને તેમના એજન્ટ દ્વારા ફરીથી મત ગણતરી કરવા માટે માંગણી કરી હતી. ત્યારે ફરીથી મત ગણતરીમાં ચાર મત થી વિજય થયા હતા. ત્યારે વધુ એક વખત ગણતરીની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા અને મામલતદાર કે. આર. ચૌધરી રાપર પીઆઈ પી. એન. ઝીઝુવાડીયાએ મધ્યસ્થી કરી વિડિયો શૂટિંગ સાથે મતગણતરી હાથ ધરી હતી. જેમાં બે મત રદ કરી દેવામાં આવ્યા હતા અંતે બે મતે મજીબેન પરમાર વિજયી જાહેર કરવામાં આવ્યા હતા તો રાત્રિના અરસા સુધી મતગણતરી ચાલી હતી. મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાપર મામલતદાર કે. આર ચૌધરી ડી. પી. રાઠોડ નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.