અબડાસા ની સૌથી મોટી ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે રામજીભાઈ કોલી ચૂંટાતા સ્વ,જુવાનસિંહ જાડેજાના નિવાસસ્થાને થી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે બજાર ચોક માં પહોંચ્યા પછી સભા યોજાઈ હતી,
 
                
અબડાસા ની સૌથી મોટી ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે રામજીભાઈ કોલી ચૂંટાતા સ્વ,જુવાનસિંહ જાડેજાના નિવાસસ્થાને થી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે બજાર ચોક માં પહોંચ્યા પછી સભા યોજાઈ હતી,
જેમાં વિજેતા સરપંચ રામજીભાઈ કોલી સાથે તેમની પુરી પેનલ સાથે વિવિધ આગેવાનો તેમજ દરેક સમાજ ના આગેવાનો સભ્યો અને કોલી સમાજ ના દરેક તાલુકા વાઇસ ના આગેવાનો દ્વારા ફુલહાર અને સાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા,
અને સરપંચ શ્રી રામજીભાઈ કોલીએ ગામમાં સમતોલ વિકાસ કરાશે અને નાના મોટા પ્રશ્નો હલ કરવાની ખાત્રી આપી હતી.
સભા માં અબડાસા ના અગ્રણી હકુમતસિંહ જાડેજા, નલિયા ના તીલાટ દિલીપસિંહ જાડેજા, લાલજીભાઈ કટુવા એડવોકેટ, નલિયા માજી સરપંચ સતિષભાઈ ઠક્કર, વિજયભાઈ કોલી પ્રમુખ કચ્છ જિલ્લા કોળી સેના ગુજરાત, પરેશભાઈ ભાનુશાલી, તારાચંદભાઈ ઠક્કર, ખેતશીભાઈ મહેશ્વરી, દિનેશભાઇ ચાંન્દ્રા, જાફરભાઈ કોલી નલિયા તાલુકા ઉપપ્રમુખ, શંભુભાઈ કોલી ભુજ તાલુકા પ્રમુખ, મનજીભાઈ કોલી મુન્દ્રા તાલુકા પ્રમુખ, જેસંગભાઈ કોલી અંજાર તાલુકા પ્રમુખ, રમેશભાઈ કોલી ઉપપ્રમુખ ભુજ તાલુકા, વિશ્રામભાઈ કોલી પ્રમુખ માધાપર, વિશ્રામભાઈ કોલી સામાજિક અગ્રણી, નાનજીભાઈ કોલી ગાંધીધામ, અમરતભાઈ કોલી માધાપર, વગેરે નલિયા ના મતદારોએ રામજીભાઈ કોલી ને ચૂંટાયા બદલ ખુશી વેક્ત કરી હતી. વિજેતા બનેલા રામજીભાઈ કોલીનું નલિયાના તીલાટ શ્રી દિલીપસિંહ જાડેજા, અનુભા જાડેજા વાયોર , વિજયભાઈ કોલી પ્રમુખ કચ્છ જિલ્લા કોળી સેના, રમેશભાઈ સોની, હકુમતસિંહ જાડેજા સૌ ગ્રામજનો દ્વારા નવનિયુક્ત સરપંચ શ્રી રામજીભાઈ કોલી નું ભવ્ય સ્વાગત સાથે સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ બહોળી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યાં હતા,
 
                                         
                                        