પ. કચ્છ એસપી એમ.એસ ભરાડાને DIG સિલેકશન ગ્રેડ ,1 વર્ષ પછી મળશે પ્રમોશન.

કચ્છખબરડોટકોમ, ભુજ : ગુજરાત સરકાર દ્વારા લાંબા સમયથી અટકેલી આઇપીએસ ઑફિસર્સની પ્રગતિની ફાઇલ આજે ક્લિયર કરાઇ છે અને કેટલાક પોલીસ અધિકારીઓને પ્રગતિ અપાઈ હતી. પ્રગતિ અંતર્ગત પશ્ચિમ કચ્છના એસપી મહેન્દ્ર એસ. ભરાડાનો ડીઆઈજી સિલેકશન ગ્રેડમાં સમાવેશ કરાયો હતો. નિયમ મુજબ આઈપીએસ ઑફિસર્સ સર્વિસના 12 વર્ષ પૂરા થયા એટ્લે ડીઆઈજી સિલેકશન ગ્રેડમાં સમાવેશ કરાય છે. તેના એક વર્ષ પછી ડીઆઈજી તરીકે પ્રમોશન મળે છે. પ્રગતિ પામેલા અન્ય પોલીસ અધિકારીઓમાં કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવી ગયેલા જી.એસ. મલિક એડિશનલ ડી.જે. તરીકે પ્રગતિ પામ્યા છે. તો કચ્છમાં જ પહેલા ડીવાયએસ તરીકે ફરજ  બજાવનારા નિપૂણા તોરવણે ડીઆઈજીમાથી આઈજી તરીકે પ્રગતિ પામ્યા છે. ઉપરાત હસમુખ પટેલ, નિરજા ગોટરુ અને જે.કે. ભટ્ટની એડી. ડીજી તરીકે , અનારાવાલા, ડી.બી. વાઘેલાની ડીઆઈજીમાં આઇજી તરીકે , એસપી કક્ષાના મંદિર પવાર, એટીએસના હિમાંશુ શુલ્ક, સીબીઆઈના રાઘવેન્દ્ર અકિલા વત્સ, પ્રેમવીરસિંઘ અને હિતેન્દ્ર ચૌધરીને ડીઆઇજીનો સિલેશન ગ્રેડ અપાયો હતો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *