ગુજરાતના 14 IPSને અપાઇ બઢતી

રાજ્યના આઈપીએસ બેડામાં બઢતીનો દોર શરૂ થયો છે. 14 આઈપીએસને બઢતી આપવામાં આવી છે, જેમાં ચાર અધિકારીને AGDP તરીકે, ચાર અધિકારીને આઇજી તરીકે, જ્યારે 6 અધિકારીને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા બઢતીના આદેશ અપાયા છે. 1993 બેચ ના 4 આઇપીએસ અધિકારીઓને આઈજીમાંથી એડિજીપીમાં પ્રમોશન અપાયું છે, જેમાં જી. એસ. મલિક, હસમુખ પટેલ, ડો. નીરજા ગોટરૂ રાવ અને જે. કે. ભટ્ટનો સમાવેશ થાય છે. 2000ની બેચના 4 અધિકારીઓની ડીઆઈજીમાંથી આઈજી તરીકે બઢતી કરવામાં આવી છે, જેમાં વી ચંદ્રશેખર, નિપુના તોરવણે, એમ.એમ અનારવાલા અને ડી બી વાઘેલાનો સમાવેશ થાય છે.જ્યારે 2005ની બેચના 6 અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અપાયો છે, જેમાં મનીંદર પવાર, હિમાંશુ શુકલા, રાઘવેન્દ્ર વત્સ, પ્રેમવીર સિંહ, એમ એસ ભરાડા અને એચ આર ચૌધરીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *