નંદાસણ નજીક ખેતરમાંથી જમીનમાં દાટેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નંદાસણ પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબિશનની ખાસ ડ્રાઈવમાં પેટ્રોલિંગ પર હતી. એ દરમિયાન પીએસઆઇ.એસ.ડી.રાતડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે નંદાસણ નજીક આવેલ કૈયલ ગામમાં ઠાકોર દશરથજી અને ઠાકોર જીતેન્દ્ર બને ભેગા મળી બહાર થી વિદેશી દારૂ લાવી વેપાર કરે છે તેમજ પોતાના ખેતરમાં જમીનના દારૂનો જથ્થો રાખી વ્યાપાર કરે છે. જે બાતમી આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી શખ્સ જિતેન્દ્ર ગભાજીને પકડી પાડ્યો હતો તેમજ ખેતરમાં તપાસ દરમિયાન જુદી જુદી જગ્યાએ જમીનમાં પ્લાસ્ટિક ના કેરબામાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટિન મળી કુલ 193 બોટલો જેની કિંમત 50 હજાર 340 નો મુદ્દામાલ કબ્જે કરી બને શખ્સોઓ વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.