ઝાલોદ તાલુકાના લીમડીમાં 2 બાઈક ટકરાતાં એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ

ઝાલોદ તાલુકાના લીમડીમાં બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક ચાલકનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજાને ઈજાઓ પહોચી હતી. ઝાલોદ તાલુકાના લીમડી ગામે બાઈકના ચાલેક પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી લીમડી બાયપાસ પેટ્રોલપંપ પાસે રોડ પર સામેથી આવતી પાસીંગ વગરની બાઈક સાથે જોશભેર ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.જેમાં પાસીંગ વગરની બાઈકના ચાલક ફતેપુરા તાલુકાના ફુપાડા ગાંમના મહુડા ફળીયાના પંકજભાઈ મણીલાલ ડામોરને માથામાં, છાતીમાં તથા શરીરે જીવલેણ ગંભીર ઈજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર બાઈકના ચાલકને પણ શરીરે ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે લીમડી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના પિતા મણીલાલ દલાભાઈ ડામોરે લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.