રાપરની બેન્કમાં ગયેલા સઇના ખેડૂતની થેલીમાં ચેકો મારી બે લાખની ચોરી.
ગાંધીધામ,તા.૨૧ : રાપરમાં આવેલી દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં સઇના એક ખેડૂતની થેલીમા ચેકો મારી બે ચોર રૂ. ૨ લાખની ચોરી કરીને નાસી ગયા હતા. આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી બીજી બાજુ સામખીયાળીમાં એક મકાનમાથી રૂ. ૨૫૦૦ ની મત્તાની લૂટ થઈ હતી. રાપર તાલુકામાં સઈ ગામમાં રહેતા બચુલાલ ચુનીલાલ રાજગોર નામના ખેડૂત આજે સવારે રાપર આવ્યો હતો. આ ખેડૂત રાપરની દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં જઈ રોકડા રૂ. ૨ લાખ જમા કરાવાના હતા. વૃદ્ધ એવા આ ખેડૂત બેંકમાં ઊભા હતા ત્યારે બે શખ્સો ત્યાં આવ્યા હતા અને આ વૃદ્ધની નજર ચુકવિને તેમના હાથમાં રહેલી થેલીમાં કોઈ વસ્તુ વડે ચેકો મારી તેમાથી રોકડા રૂ. ૨ લાખની લૂટ કરી નાશી ગયા હતા. ચોરીનો આ સમગ્ર ઘટના બેન્કમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં આવી ગયા હતા. આ કુટેજના આધારે પોલીસ ચોરોને પકડવા તપાસ હાથ ધરી છે. આ ઘટનાના કારણે ભારે ચકચાર મચી ગયો હતો બીજી બાજુ સામખિયાળી બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે મોમાય કૃપા પ્લોટમાં આવેલા એક બંદ મકાનમાં લૂટનો બનાવ બન્યો હતો. આ બંદ મકાનના તાળાં તોડી શખ્સો ધોળા દિવસે તેમાથી સોલાર પ્લેટ તથા બેટરી એમ કુલ રૂ. ૨૫૦૦ /-ની મત્તાની લૂટ કરી નાશી ગયા હતા. આ અંગે મંજુલાબેન કાન્તિ ચાવડાએ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. ગત તા. ૧૫/૪ ના સવારે ૧૧: ૩૦ થી ૧૨ દરમ્યાન બનેલો આ બનાવ છેકે આજે બે મહિના પછી પોલીસ ચોપડે ચડતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.