માંજલપુર વિસ્તારમાં એક બંધ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 4.52 લાખના મુદ્દામાલની તસ્કરી

માંજલપુર વિસ્તારમાં આવેલા સુબોધનગરમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 4.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ તસ્કરી કરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નિવૃત્ત અધિકારી પરિવાર સાથે વતનમાં જતા ઘરમાંથી તસ્કરી. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બી-163, સુબોધનગરમાં સદાશિવ શંકરભાઇ કદમ વડોદરા ખાતે આવેલી સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિમિટેડમાંથી સિનિયર ઓફિસર સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે રહે છે. પત્ની સાથે શુશીલાબહેન સાથે મહારાષ્ટ્રમાં વતનમાં ગયા હતા. તેમના પડોશી પ્રતિદપભાઇ શર્માએ ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું અને ઘરમાં તસ્કરી થઇ હોવાનું જણાવ્યું હતું. સોના-ચાંદીના દાગીના ન જોતા ફરિયાદ કરી. સદાશીવ કદમ ઘરમાં તસ્કરીનો મેસેજ મળતા જ વડોદરા આવી પહોંચ્યા હતા અને ઘરમાં તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં જઇ તપાસ કરતા બેડરૂમના કબાટનો સામાન સહિત ઘરનો અન્ય સામાન વેર-વિખેર જોતા ચોંકી ઉઠ્યા હતા અને ઘરમાં કબાટ સહિત અન્ય જગ્યાએ મુકેલી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ન જોતા ચોંકી ઉઠ્યા હતા. તુરંત જ તેઓ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. અને ઘરમાં તસ્કરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. 4.52 લાખના મુદ્દામાલની તસ્કરી. સદાશીવ કદમે તસ્કરીની ફરિયાદ લખાવતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. સદાશીવ કદમે ફરિયાદમાં તસ્કરો અડધા તોલાની સોનાની કાનની બે રીંગ, 25 ગ્રામ વજનનું સોનાનું મંગળસુત્ર, 20 ગ્રામ વજનના સોનાના બે સિક્કા, 60 ગ્રામ વજનની સોનાની ચાર બંગડીઓ, 50 ગ્રામ વજનની સોનાની એક ચેઇન, 200 ગ્રામ વજનની 3 જોડ ચાંદીની ઝાંઝરી, 50 ગ્રામ વજનની 6 નંગ ચાંદીની પગની વીંટી, 200 ગ્રામ વજનના ચાંદીના બે સિક્કા, 350 ગ્રામ વજનની 3 ચાંદીની વાટકી અને રૂપિયા 20,000 રોકડા મળી કુલ રૂપિયા 4,52, 000નો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું. સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો. માંજલપુર પોલીસે સદાશીવ કદમની ફરિયાદના આધારા અજાણ્યા તસ્કરોની ફરિયાદના આધારે અજાણ્યા ઇસમો સામે તસ્કરીનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.