ભુજ શહેરના લુહાર ચકલામાં એકલા રહેતા માતા પુત્રનું રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ

ભુજ શહેરના લુહાર ચકલામાં એકલા રહેતા માતા પુત્રનું રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભુજના લુહાર ચકલામાં રહેતા માતા પુત્રના મોતથી ભારે ચકચાર મચી છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ.36 વર્ષે પુત્ર તેમની 68 વર્ષે માતા સાથે સામાન્ય જીવન ગુજારતા હતા. ત્યારે આજે સવારના કામવાળા બેન ઘરે આવતા ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઘરનો દરવાજો તોડી તપાસ કરતા બંને માતા પુત્ર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા