જિલ્લામાં ચાર સ્થળેથી જાહેરમાં જુગાર રમતા 22 ઇસમો પકડાયા

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પેાલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી છે. ત્યારે પોલીસે અમરેલીમા બે સ્થળે તેમજ લાઠીના કેરીયા અને ધારીમાથી મળી કુલ 22 ઇસમોને પકડી પાડીને રૂપિયા 1.78 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.પોલીસે જુગારનો આ દરોડો અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગરમાં પાડ્યો હતો. અહી જાહેરમાં જુગાર રમી રહેલા મુનીર રજાક કુરેશી, અલ્તાફ જમાલ પઠાણ, અખ્તર ગફાર કુરેશી, ઇમરાન સીરાજ ચૌહાણ, અવદ અબદાન ખુલાગી, અલ્ફેજ જમાલ પઠાણ, અમીન જમાલ ચૌહાણ નામના ઇસમોને પકડી પાડ્યા હતા. પોલીસે અહીથી 14,060નો મુદામાલ જપ્ત કર્યો હતો.આ ઉપરાંત પોલીસે મણીનગર રૂપાયતન સ્કુલ પાછળ જાહેરમા જુગાર રમી રહેલા મેબલો મહમદ ભાડુલા, લાંબો ઇકબાલ વાઘેલા, દિવ્યેશ કિશોર પરમાર, હકુડી ઉમર બ્લાચને પકડી પાડી 10,740ની મતા જપ્ત કરી હતી. જયારે લાઠી તાલુકાના કેરીયામા એસઓેજી પોલીસે વિક્રમ મહરીભાઇ ભુવા, ધ્રુવ જસા હુંબલ, ઇમ્તીયાઝ યુનુસ બેગ, સિરાજ સાહિલ સેતા, શિબુ આહમદખા સેતા, શબ્બીર અલારખ મલેક, અબ્દુલ કાદર સેતાને જુગાર રમતા પકડી પાડી રોકડ, મોબાઇલ, બાઇક મળી કુલ રૂપિયા 1,42,100નો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ ધારીના હરીપરા તથા સરસીયાની સીમમા જુગાર રમતા સંજય ગુણવંતરાય જોષી, ખુશાલ ધકાણ, કમલેશ બારૈયા, વિપુલ મનસુખ દેવમુરારીને પકડી પાડી 11,710નો મુદામાલ જપ્ત કર્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.