ભચાઉમાં કારમાંથી દારૂ સાથે બે ઇસમો પકડાયા

ભચાઉમાં પોલીસે કારમાંથી દારૂનો જથ્થો પકડી પાડી દારૂની ખેપને નિષ્ફળ બનાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર પુર્વ બાતમીના આધારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પોલીસે  સવારના અરસામાં કાર્યવાહી કરી હતી. ચામુંડા હોટેલ સામેના માર્ગ ઉપર બાતમી મુજબ જી.જે.1.એચ.એન. 1074 નંબરની કાર પસાર થતા તેને રોકીને તપાસ કરાઈ હતી.’ આરોપીઓ અરવિંદ ભાણાભાઈ વેંણ અને મેહુલ સામતાભાઈ વેણના કબ્જામાંથી અંગ્રેજી પ્રકારના દારૂની 12 બોટલો જપ્ત કરાઈ હતી. પોલીસે રૂ.4,125ની કીમતનો દારૂ, કાર, મોબાઈલ ફોન સહીત 84,125ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.