ગાંધીધામ- આદિપુરથી ચોરાયેલી 35 મોંઘી સાઈકલ સાથે તસ્કર ઝડપાયો

ગાંધીધામ આદિપુરમાંથી તસ્કરી થતી મોંઘી સાઈકલોના ભેદને ઉકેલવામાં આદિપુર પોલીસને સફળતા મળી હતી. ગેરવાળી સાઈકલ લઈને જતા વ્યક્તિને પકડીને પોલીસે પુછપરછ કરતા તે તતપપ થઈ ગયો હતો, જેથી શક પડતા પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોપટની જેમ સાઈકલો તસ્કરી કરતો હોવાનું અને અત્યારે જેના પર છે તેપણ ચોરીનીજ હોવાનું સ્વિકાર્યું હતું. પોલીસે કુલ 3લાખની કિંમતની 35 સાઈકલ કબ્જે કરી હતી. આદિપુરના પીએસઆઈ એચ.એસ.તિવારીના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન શકમંદ વ્યક્તિ બ્લ્યુ કલરનો શર્ટ પહેરેલ વ્યક્તિ ઓટોમેટીક ગેર વાળી સાયકલ લઇને પસાર થતો હોવાની જાણ થતા વધતી સાઈકલ તસ્કરીઓને ધ્યાને રાખીને તેને ઉભો રખાવીને પુછપરછ કરતા અજય હવાસીભાઈ રાવળ હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી ગ્રે કલરની સાઈકલ તેનીજ હોવાના પુરાવા માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો, અંતે સાઈકલ તસ્કરી કરી હોવાનું સ્વિકાર્યું હતું. પીએસઆઈ તીવારીએ જણાવ્યું કે સાઈકલ તસ્કરીની ઘટનાઓ વધી હોવાથી વ્યક્તિ પર વધુ શક જતા વિવિધ રીતે પૃચ્છા કરતા તેણે છુપાવી રાખેલી 3,04,500ની કિંમતની થતી મોંઘી 35 સાઈકલો કબ્જે કરી આરોપીની ધરપકડ કરીને ફરિયાદ દાખ હતી. કામગીરીમાં પીએસઆઈ તિવારી સાથે એએસઆઈ ભુપેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ પરમાર, કનુભા ગઢવી, વનરાજસિંહ દેવલ, રાકેશકુમાર ભટોળ, હરદેવસિંહ ચુડાસમા, રઘુરામ પરમાર, ક્રિષ્નાબેન રબારી, મિતલબેન રાઠોડ વગેરે જોડાયા હતા.