મોટી નાગલપરમાં યુવાન યુવતીએ ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું.
ગાંધીધામ તા. 25 : અંજાર તાલુકાનાં મોટી નાગલપર ગામના રહેવાસી હંસાબેન મગન જેઠવા (ઉ. વ. ૪૦ )એ ગળે ફાસો ખાઈ આત્મવિલોપન કર્યો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે મોટી નાગલપરના રહેવાસી હંસાબેન નામના મહિલાએ આજે સવારે ૯ વાગ્યા પહેલા અંતિમ પગલું ભરી લીધું હતું. ૨૦ વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક અસ્વસ્થ રહેતા હતા તેમની દવા પણ ચાલુ હતી. દરમ્યાન આજે સવારે પોતાના ઘરે લાકડીની આડીમાં રસ્સી બાંધી ગળે ફાસો ખાઈ આત્મવિલોપન કર્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.