વાંકાનેર બાઉન્ડ્રી પાસે હથિયાર વેચવા આવેલ બે શખ્સો પકડાયા, પિસ્તોલ અને ૦૫ જીવતા કાર્ટીસ કબ્જે

વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલના ગ્રાઉન્ડમાંથી એલસીબી ટીમે બે શખ્સોને ગેરકાયદેર હથિયાર અને ૦૫ નંગ જીવતા કાર્ટીસ સાથે પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી પહેલા આવેલ તુલસી હોટલના ગ્રાઉન્ડમાં સરદારજી અને તેની સાથે રહેલ શખ્સ બંને ગેરકાયદેસર હથિયાર અને કાર્ટીસ વેચાણ કરવા આવ્યા હોવાની બાતમી મળતા ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં હોટલ ગ્રાઉન્ડમાંથી શખ્સ માનસિંગ ઉધમસિંગ દુધાણી અને પવન મદન તેજાજી સીરવી વાળાને પકડી પાડ્યા છે. શખ્સ પાસેથી પિસ્તોલ નંગ ૦૧ કિંમત રૂ.૧૦ હજાર, જીવતા કાર્ટીસ નંગ ૦૫ કિંમત રૂ. ૫૦૦, ખાલી મેગ્જીન કિંમત રૂ.૫૦૦ અને ૧ મોબાઈલ કિંમત રૂ.૨,૦૦૦ મળીને કુલ રૂ.૧૩ હજારનો મુદામાલ કબ્જે કરી શખ્સોઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તજવીજ ચલાવી છે. જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શક્તિસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયા, નંદલાલ વરમોરા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, સતીષ કાંજીયા સહિતની ટીમ જોડાયેલ હતી.