જીઇબી ફાટક નજીકથી તસ્કરીના એક્ટિવા સાથે સાગરીત ઝડપાયો

પેથાપુર પંથકમાંથી એક મહિના પહેલા ચોરાયેલા એક્ટિવા સાથે એક સાગરીતને પોલીસે પકડી પાડ્યો હતો. જીઇબી નજીકથી વાહન લઇને જતા સમયે ઝડપી પાડ્યો હતો. તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર એલસીબી 2ની ટીમ પેથાપુર વિસ્તારમા પેટ્રોલીંગ કરવા જઇ રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક સાગરીત તસ્કરીના એક્ટીવા સાથે પસાર થઇ રહ્યો છે. જેને લઇને વોચમાં ગોઠવાઇ જતા સફેદ કલરનુ એક્ટિવા લઇને આવતા શુભમ દિપક શ્રીમાળી (રહે, ભાટ ગામ)ને રોક્યો હતો અને તેની પાસે વાહનના ડોક્યુમેન્ટ માગતા આપી શક્યો ન હતો. જ્યારે આ વાહની તસ્કરીની ફરિયાદ લખાવાઈ હતી. પોલીસે સાગરીતને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.