ભુજના શરદ બાગના ગેટ નજીક કારના કાચ તોડી લેપટોપ અને 10 હજાર રોકડની તસ્કરી

ભુજના શરદબાગના ગેટ નજીક રાત્રીના અરસામાં સ્થાનિક મીડિયા સંચાલકની પાર્ક કરેલી કારના કાચ તોડી કોઇ અજાણ્યો ઈસમ સીટમાં પડેલી બેગમાંથી રૂપિયા 20 હજારની કિંમતનું લેપટોપ અને રૂપિયા 10 હજાર રોકડા મળી કુલ 30 હજારના મુદામાલની તસ્કરી કરી જતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. તેમજ ચંચળ ગ્રુપના સંચાલક સંજયભાઇ જયેન્દ્રભાઇ ઉપાધ્યાયએ લખાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું છે. કે, બનાવ રાત્રીના અરસા દરમિયાન બન્યો હતો. ફરિયાદી પોતાની કાર લઇને લગ્ન પ્રસંગે ગયા હતા. અને તેમની કાર શરદબાગના ગેટ નજીક પાર્ક કરી હતી. દરમિયાન કોઇ અજાણ્યો ઈસમ તેમની કારના ખાલી સાઇડના આગળ અને પાછળના દરવાજાના કાચ તોડીને સીટમાં પડેલી બેગમાંથી રૂપિયા 20 હજારનું લેપટોપ અને 10 હજાર રોકડ રૂપિયા મળીને કુલે રૂપિયા 30 હજારના મુદામાલની તસ્કરી કરી લઈ ગયો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.