ભુજ તાલુકાના નારાણપર (રા)માં 30 હજારની બાઇકની ચોરી

ભુજ તાલુકાના નારાણપર રાવરી ગામે આવેલી ઓસ્ટ્રો કચ્છ વિન્ડ પ્રા.લી. કંપનીના કંપાઉન્ડની બહાર પાર્ક કરેલી 30 હજારની કિંમતની કંપનીની મોટર સાયકલને કોઇ અજાણ્યો ઈસમ ગુરૂવારની સાંજના અરસાથી શુક્રવાર સવારના અરસા દરમિયાન તસ્કરી કરી લઈ જતાં માનકુવા પોલીસ સ્ટેશનમાં કંપનીના સાઇડ ઇન્ચાર્જ હરેશભાઇ પ્રતાપભાઇ બારડે ફરિયાદ લખાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.