બે મોટરસાયકલ સાથે ઈસમોને પકડી પાડવામાં આવ્યા

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્રારા અનડીટીકટ ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન. પંચાલ સાહેબ, ભુજ વિભાગ, ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શ્રી આર.સી.ગોહિલ સાહેબની સુચનાથી અનટીટેકર ગુના કામે ચોર-મુદામાલ શોધવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નમાં હતા. ત્યારે પો.હેડ. કોન્સ. મેહુલકુમાર પ્રવિણચન્દ્ર જોષીનાઓને બાતમી હકીકત મળેલ કે, ભારપર તા. માંડવી ખાતે હનીફ અબ્દુલ સમેજા રહે. ભારપર તા. માનવી વાળાના ઘરે એક નંબર પ્લેટ વગરની હીરો સ્પેલેન્ડર મોટર સાઇકલ પડેલ છે.  જેથી તુરંત વર્ક આઉટ આરી સદર બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં આધાર પુરાવા વગરની હીરો સ્પલેન્ડર મો.સા મળી આવેલ. જેથી સદર મો.સા ચોરી કે છળકપટથી મેળવી હોવાનું જણાઈ આવતા સી.આર. પી.સી કલમ 102 મુજબ કબજે કરેલ છે. ત્યાર બાદ માંડવી પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ, મયુરસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા નાઓ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મસ્કા ઓકટ્રોય, માંડવી પાસેથી આરીફ સુલેમાન ભટ્ટી ઉ.વ 30 રહે. સલાયા તા. માંડવી વાળા પાસેથી વાહન ચેકિંગ દરમ્યાન રજી .નંબર પ્લેટ તથા આધાર પુરાવા વગરની હીરો હોન્ડા સ્પલેન્ડર મો.સા. મળી આવેલ. જેથી સદર મો.સા. ચોરી કે છળકપટથી મેળવી હોવાનું જણાઈ આવતા સી.આર.પી.સી કલમ 102 મુજબ કબજે કરેલ છે. તથા સી.આર.પી.સી કલમ 41(1) ડી મુજબની કાર્યવાહી કરેલ છે.  પકડાયેલ આરોપી હનીફ અબ્દુલ સમેજા ઉ.વ. 26 રહે. ભારાપર તા. માંડવી, આરીફ સુલેમાન ભટ્ટી ઉ.વ. 30 રહે. સલાયા તા. માંડવી સાથે કબ્જે કરેલ મુદામાલ મો.સા. જેના એન્જીન નં HA10EFBHB48846 વાળી જેની કી. રૂ.10,000, મો.સા જેના એન્જીન નં ૦૩A18E4255 તથા ચેચીસ નં ૦૩A20F45120 જેની કી. રૂ.10,000 એમ કુલ કી. રૂ.20,000 મુદામાલ કબજે કરેલ. ઉપરોક્ત કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇસ્પેક્ટરશ્રી આર.સી.ગોહિલ તથા પો.હેડ. પ્રવિણચન્દ્ર તથા કોન્સ મયૂરસિંહ રાજેન્દ્રસિંહ તથા પો.હેડ.કોન્સ પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ તથા પો. કોન્સ. ભગીરથસિંહ જેપાલસિંહ તથા પો.કોન્સ. ભાર્ગવ નાગજીભાઇ તથા પો.કોન્સ અનુપભાઇ સગથાભાઈ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે સફળ કામગીરી કરેલ છે.