IOCL LPG કંપની માંથી થયેલ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી કંડલા મરીન પોલીસ

પોલીસ મહાનિરક્ષકશ્રી જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી નાઓની સુચના અન્વયે તેમજ ના પો.અધિ. શ્રી સી.એસ..વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની સુચના આધારે વણશોધાયેલ ગુનાઓશોધી કાઢવા સુચના આપેલ અને કંડલા મરીન પોલીસ સ્ટેશન ગુ.ર 11993013220012/2022 ઇ.પી.કો. કલમ 454, 457, 380, 144 મુજબ નો ગુનો જાહેર થયેલ જે ગુના કામે આઈ.ઓ.સી.એલ.પી.જી કંપનીના પ્રતિબંધીત વિસ્તારની દીવાલમાં કાણું પાડી કંપની અંદરથી લોખંડની એંગલો તથા ચેનલો આશરે નંગ 60 વજન 650 કિલો ગ્રામ ચોરી કરી કંપનીની દીવાલને નુકશાન પહોચાડી ગુનો કરેલ હોય જે શોધી કાઢવા માટે પી.આઈ શ્રી સી.ટી દેસાઇ નાઓના તાબાના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમી હકીહત આધારે નીચે મુજબના આરોપીઓને રાઉન્ડ અપ કરી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સાથે ગણતરીના કાલાકોમાં ગુણનો ભેદ ઉકેલી પાડેલ છે. કબ્જે કરેલ મુદામાલ લોખંડની એંગલો તથા ચેનલો કી. રૂ. 26,650, બોલેરો ગાડી રજી નં જીજે 12 બીટી 7311 કી. રૂ.2,50,000 એમ કુલ કી. રૂ. 2,76,650 ના મુદામાલ સાથે પકડાયેલ આરોપ (1) ઈસ્માઈલ ઓસમાણ કોરેજા ઉ.વ. 25 રહે, રેલ્વે ઝુંપડા નવા કંડલા, (2) હાજી આમદ નિંગામણા ઉવ. 25 રહે, બન્ના ઝુંપડા નવા કંડલા, (3) ઈસ્માઈલ ઇશાક સોતા ઉ.વ. 20 રહે,  થર્મલ ઝુંપડા નવા કંડલા, (4) હનીફ અબલા સરેયા ઉ.વ. 20 રહે, બન્ના ઝુંપડા નવા કંડલા, (5) કાદર આમદ નિંગામણા ઉ.વ. 28 રહે, બન્ના ઝુંપડા નવા કંડલા, (6) સુલતાન હુશેન સોતા ઉ.વ. 36 રહે. બન્ના ઝુંપડા નવા કંડલા. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર શ્રી સી.ટી.દેસાઇ તથા હેડ. કોન્સ. મહેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. અજયસિંહ ઝાલા, જયપાલસિંહ પરમાર, ઉદયસિંહ સોલંકીનાઓ જોડાયેલ હતા.