દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી શોધી કાઢતી લાકડીયા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોઈ અને પ્રોહિબીશન તથા જુગારના કેસો કરવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇસ્પેક્ટરશ્રી એમ.એન.દવે લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફના માણસો સાથે પીટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોગનભાઇ જેઠવાનાઓને મળેલ બાતમી હકીકત આધારે પ્રોહી બુટલેગર વલીમામદ દાદુ ગગડા રહે. લાકડીયાવાળો તેના ઘરની બાજુમાં બાવળોની ઝાડીમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી બનાવી દેશીદારૂનું વેચાણ કરતો હોઈ જે હકીકત વાળી જગ્યાએ લાકડીયા પોલીસ સ્ટાફે રેઇડ કરતાં નીચે મુજબનો પ્રોહી મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આથો લિટર 800, કિંમત. રૂ. 1,600, દેશીદારૂ લિટર 30, કિંમત રૂ.600, એલ્યુમિનિયમનું તગારુ નંગ 1 કિંમત રૂ.100, કરણકુલ નંગ 1 એમ કુલ કિંમત રૂ.2,300 નો મુદામાલ કબ્જે કરેલ. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એન.દવે સાહેબનાઓ સાથે લાકડીયા પોલીસ સ્ટાફના માણસો રહેલ હતા.