ઘનશ્યામનગરમાં જુગાર રમતા સાત ઝડપાયા: રૂ.15 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ, સહકાર મેઇન રોડ ધનશ્યામનગર મફતીયા પરા શેરી નં.9 પટ્ટમાં શૌચાલય સામે જાહેરમાંથી ચકલા પોપટનો જુગાર રમતા સાત ઈસમને ઝડપી પાડી જુગારનો કેસ કરી રૂ.15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનના રણજિતસિંહ અને વાલજીભાઈએ બાતમીને આધારે જુગાર રમતા જીજ્ઞેશ ઉર્ફે જીગો ખીમજીભાઇ વાવડીયા, વિજયભાઇ હીંમતભાઇ સાગઠીયા, સુનીલભાઇ ભીખાભાઇ સીંધવ,ઉપેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, અનીલભાઇ નાનજીભાઇ ચાવડા, કાળુભાઇ ધીરૂભાઇ સુરેલા અને મહેન્દ્રભાઇ મુલચંદભાઇ દાયમાને પકડી તેઓ પાસેથી ચકલા પોપટના કાર્ડ અને રોકડા રૂ.15,630નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.