ગાંધીધામમાં કાર્ગો પાસે જીવલેણ અકસ્માત : ટ્રક અને છકડો ટકરાતાં ત્રણનાં મૃત્યુ

ગાંધીધામના કાર્ગો ઝુપડપટ્ટી હાઇવે ઉપર ટ્રક અને ઓટો રિક્ષાની ટક્કરમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. તો બીજી બાજુ અન્ય એક ગંભીર હોવાનું પ્રાથમિક વિગતમાં માહિતી મળી હતી. મૃતક મહિલાને પીએમ માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે.