ખારોઈ ફાયરીંગ/મર્ડર કેસમાં વપરાયેલ પિસ્ટલ (વેપન)ની શોધખોળ કરી કબજે કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે. જી. ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ તેમજ આરોપી શોધી કાઢવા તેમજ ગુના કામે વપરાયેલ હથિયાર/સાધનો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન હોઈ જે અન્વયે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 0007/2022 ઇ.પી.કો કલમ 302 તથા હથિયાર ધારા કલમ 25 (1-બી) (એ) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબના કામે આરોપી શામજી વસાભાઈ ઉર્ફે વસરામભાઈ વરચંદ (આહીર) ઉ.વ. 39 રહે. મોમાયમોરા વિસ્તાર ચોબારી તા. ભચાઉ વાળાને ઉપરોકત ગુના કામે ધરપકડ કરેલ અને આરોપીના રીમાન્ડ દરમ્યાન આરોપીની ગુનામાં વપરાયેલ પિસ્ટલ હથિયાર બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં ગુના કામે ઉપયોગ કરેલ હથિયાર જે જગ્યાએ સંતાળેલ હતું. આરોપી દ્રારા આજરોજ બતાવતા તે માર્શલ ફ્રાન્સ કંપનીની 7.7 પિસ્ટલ નંગ 1 કિંમત રૂ. 1,00,000 કબ્જે કરી આગળની તપાસ હાથ ધરેલ છે. આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. જોષી તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ હતી.