મોરબીના પીપળી ગામેથી ઈંગ્લીશ દારૂની ૦૭ બોટલ સાથે એક ઈસમ પકડાયો

મોરબી તાલુકાના પીપળી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે પકડી પાડીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામે શાંતિનગર સોસાયટી તરફ જવાના રસ્તેથી આરોપી ભાણજી વરવાભાઈ ડાભી રહે પીપળી તા. મોરબી વાળાને પકડી પાડીને પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૭ કિંમત રૂ.૨,૬૨૫ નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી છે.