અંતરજાળમાં રૂ. 21 હજારની કિંમતના સાધનો અને લોખંડનો ભંગાર તસ્કરી થયો

અંતરજાળમાં ટ્રાન્સપોર્ટરે જેસીબી અને ડમ્પરનો વેસ્ટ સામાન રાખવા માટે બનાવેલા વાડામાંથી રૂ. 21 હજારની કિંમતના સાધનો અને લોખંડનો ભંગાર તસ્કરી થયો હોવાની ઘટના આદિપુર પોલીસ સ્ટેશને નોંધાયો છે. અંતરજાળ તિરૂપતિનગરમાં રહેતા 30 વર્ષીય ટ્રાન્સપોર્ટર આશિષભાઈ વાધમશી હીરાલાલએ લખાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તસ્કરીનો બનાવ ગત સાંજના અરસાથી આજ સવારના અરસા દરમિયાન બન્યો હતો. ગત સાંજના અરસામાં તોએ પોતાના વિનસ લાઈનગરમાં આવેલા ડમ્પર અને જેસીબીના વેસ્ટ સામાન રાખવા માટે બનાવેલા વાડામાં ગયા હતા અને વાડો બંધ કરી રાત્રિના અરસામાં તેઓ ઘરે ગયા હતા. આજે સવારના અરસામાં તેઓ જ્યારે વાડા ઉપર ગયા ત્યારે વાડામાંથી તસ્કરી થઈ હોવાનું જણાતા તજવીજ કરી હતી. જેમાં તસ્કરોએ તેમના વાડામાંથી રૂ.17,500 ની કિંમતના લોખંડના 5 પટ્ટા, રૂ.3,000 ની કિંમતના લોખંડના 3 વ્હીલ પાના અને રૂ. 500 ની કિંમતના લોખંડના ભંગારના નાના ટુકડાઓની તસ્કરીને અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે તેમણે આદિપુર પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આગળના ચક્રો ગતિમાન કર્યા છે.