બોટાદમાં વરલી મટકાનો જુગાર રમાડતાં 2 ઇસમો પકડાયા

બોટાદમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે જુદી જુદી બે જગ્યાએ દરોડો પાડી બે શખ્સોને પકડી રૂ.780 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોટાદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બપોરના અરસામાં બોટાદ રેલ્વે સ્ટેશન સામે ચબુતરા પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો સુલતાન ઇકબાલ પીરાણી રહે. બોટાદ વોરા સોસાયટીને રૂ.410 નાં મુદામાલ સાથે પકડી લીધો હતો. જ્યારે બીજો શખ્સ દિલીપ ગફૂર માંકડ રહે.પાંજરાપોળ રોડ વાળાને રૂ.370 નાં મુદ્દામાલ સાથે પાંજરાપોળની દીવાલ પાસે હજામની કેબિન પાસેથી પકડી લઈ બંને શખ્સો વિરૂદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.