વડગામ તાલુકાના મુમનવાસ દૂધ મંડળીમાંથી રૂ.1300ની રોકડની તસ્કરી

images-3-10

વડગામ તાલુકાના મુમનવાસ દૂધમંડળીમાં પાછળની બારીની જાળી તોડી તસ્કરો અ઼દર ઘૂસી રૂ.1,300 રોકડની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે લખાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તસ્કરીના બનાવને લઈ ફફડાટ ફેલાયો છે. આ અંગેની વિગત અનુસાર વડગામ તાલુકાના મુમનવાસ કોહીનુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પાછળની બારીની જાળી તોડી રાત્રિના અરસામાં અજાણ્યા ઇસમોએ અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં ડેરીની મંત્રીની ઓફિસના કાચ તોડી કબાટનું ડ્રોઅર તોડી અંદરથી રૂપિયા 1300ની તસ્કરી કરી તેમજ અન્ય સામાન અસ્તવ્યસ્ત કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે દુધડેરીના મંત્રી અહમદભાઇ રહીમભાઇ રાજપુરાએ વડગામ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.